વણપરીયા પરિવારનો ઇતિહાસ
જ્ઞાતિ : લેઉવા પટેલ (કણબી)
શાખ : વણપરીયા
ગૌત્ર : પારાશર
વેદ : શ્યામ
જાતી : વૈશ્ય
મૂળ ઋષી : કશ્યપ
કુળદેવ : ખોડીયાર માતા, બ્રહ્માણી માતા, સુરાપુરા જસાબાપા (કરેણીયા બાપા) ખેતલીયા દાદા તથા મેલડી મા કુટુંબમાં સહાયક દેવ તરીકે પૂજાય છે.
મૂળ વતન ગુજરાત. ત્યાંથી અયોધ્યા વસ્યા. ત્યારબાદ સંવત ૧૩૧૫માં રાવળ જામના સમય દરમિયાન હાલાર દેશમાં મોણપુરનું તોરણ બાંધવામાં આવ્યું.
દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા, નાત જમાડવામાં આવી અને બ્રહ્મભોજન કરવામાં આવ્યું. બારોટજીને બોલાવી નામ મંડાવ્યા અને મોર ૫૧ તથા કળા હેમના આપ્યા.
બારોટજી ચંદ્રભાણને દાન આપવામાં આવ્યું. વણપર ગામના વતની હોવાથી આ પરિવારને વણપરીયા તરીકે ઓળખવામાં આવ્યા.
